શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તિભાવથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આયોજક રાજુ ઠક્કર અને જય ભવાની ગ્રુપ વડોદરા સાથે યુવા વક્તા શ્રી રીધમ કુમાર ઠક્કર તથા શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અટલાદરા રોડ સ્થિત બાલાજી સ્કાય રાઈસ ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહી ભક્તિમય સુંદરકાંડ પાઠનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભક્તિભાવ અને આધ્યાત્મિકતાથી માહોલ આનંદમય બની રહ્યો હતો
