વાઘોડિયા રોડ નવજીવન આવાશ યોજનાના મકાનો જર્જરિત થતા રહીશોની વધી ચિંતા વધી છે તંત્ર માત્ર નોટિસ મારી પોતાની જવાબદારીથી છટકી ગયું છે પણ માત્ર ૧૦ થી ૧૫ વર્ષમાં આવાસોની આવી જર્જરીત અવસ્થા થતા રહીશો વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે
પ્રજા બિચારી ટેક્સ ભરે છે અને તે ટેક્સના પૈસાથી સમગ્ર સરકારી તંત્ર ચાલતું હોય છે આ ટેક્સના પૈસા માંથી જ વિવિધ યોજનાઓ સાકાર થતી હોય છે પણ કેટલીક બાબતોમાં યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર નામની ઉધઈ દેશને ખોખલું કરી રહી છે વડોદરામા બનેલ આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચારના સતત આક્ષેપો થઈ રહ્યા છે જરૂરિયાત મંદો માટે આ યોજનાઓ આવતી હોય છે પણ તેમના માટે બનતા મકાનો માત્ર ૧૦ થી ૧૫ જેવા નજીવા સમયમાં જ જર્જરીત થઈ જતા હોય છે જે ભ્રષ્ટાચારની ચાળી ખાઈ રહ્યા છે રોડ રસ્તા ગટર પાણી જેવી વાતોમાં પણ પ્રજાને સગવડો પ્રાપ્ત થતી નથી પણ આવાસ યોજનામાં જ્યાં જરૂરિયાતનો મંદો નિવાસ કરતા હોય ત્યાં પણ ગુણવત્તા જળવાતી નથી પરિણામે લાભાર્થીઓ જીવના જોખમે આવા આવાસોમા રહેવા મજબૂર થઈ રહ્યા છે
ગુજરાત મા ગરીબો માટે બનેલા આવાસ યોજનામા ક્યાય જોવાના મળી હોય તેવી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાઈ છે વાઘોડિયા રોડ નવજીવન આવાશ યોજનાના મકાનો જર્જરિત થયા છે
દસ પંદર વર્ષ આગાઉ નવા બની લોકાર્પિત થયેલા ઘરોની સિમેન્ટ કોક્રિટની છત અને પીલરો માંથી કાંગરા ખરી રહ્યા છે જે જોખમી બન્યું છે થોડા જ વર્ષોમાં ઘરની સીલિંગ બિસ્માર થઇ જતા રહીશો ઘરમાંજ સિલિગ નીચે પતરા લગાવી રહેવા મજબૂર થયા છે રહીશો ને ડર સતાવી રહ્યો છે કે સિલિગ તૂટી જશે તેથી પતર લગાવી પોતાની રીતે રક્ષણ મેળવી રહ્યા છે સીલિંગ નીચે પતરા આ સ્માર્ટ સિટી ની કોઈ નવી ટેકનોલોજી નથી પણ લોકોની મજબૂરી છે
સીલીંગ નીચે પતરા લગાવેલાના આ દ્રશ્યો ગુજરાતના વડોદરામા બનેલી સરકારી આવાસના છે આ મકાનો જ્યારે બન્યા જેને બનાવ્યા તેમાં ગુણવત્તાનું ધ્યાન ન રખાયું હોય તેનુ આ પરિણામ છે બાર થી પંદર વર્ષમા જ મકાનો જર્જરિત થઇ જતા પાલિકાની નિર્ભયતા શાખએ મકાનો જોખમી બન્યા છે રહેવાલાયક નથી જેથી મકાનો ખાલી કરવા માટે ઘરોની બહાર નોટિસો મારી પોતાની જવાબદારી માંથી છટક્યા છે મકાનો બિસ્માર હોય પાલિકા દ્વારા ખાલી કરવા દબાણો કરતા રહીશો મા કચવાટ છે આખર જાયે તો જાયે કહા રહીશો વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે વડોદરા વાઘોડિયા રોડ નવજીવન આવાશ યોજના ના મકાનો જર્જરિત થતા રહીશો ચિંતા વધી છે ચોમાસા દરમિયાન લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક કાઉન્સિલર આશિષ જોશીએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે આ આવાસ યોજના બનાવી હતી, માત્ર 12 થી 15 વર્ષ મા આવાસ યોજના ના મકાનો ના પીલરો મા તિરાડો પડી છે સૌથી મહત્વ ની વાત તો એ છે કે. લોકો ને બિસ્માર છત તૂટી ના પડે તે માટે ઘર માજ પતરા લગાડવાની નોબત આવી છે પાલિકા દ્વારા ટીપી 3 fp469 વાઘોડિયા રોડ જીવન નગર નો આ પ્રોજેક્ટ હતો, જેના છત નું પ્લાસ્ટર સાવજ તૂટી ગયું છે અને તિરાડો પડી જતા સ્થાનિકો મુશ્કેલીમાં છે આવાસ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2005 -O6 મા 352 મકાનો ગરીબો માટે બનવવા નો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, આ પ્રોજેક્ટ વર્ષ 2008 પૂર્ણ થઇ જતા લોકો ઉત્સાહ અને ઉજવ્વલ ભવિષ્ય ના સપનાઑ સાથે અહીં રહેવા આવ્યા હતા, પરંતુ માત્ર થોડા જ વર્ષોમાં આ મકાનો ખસ્તા હાલ જેવી સ્થિતિ મા આવી ગયા,રહીશો જેમ તેમ કરી ને રહ્યા પરંતુ દિવસે દિવસે તેમની સ્થિતિ બગડતી ગઈ છેલ્લે મકાનો ખાલી કરવા ઘરોની બહાર નોટિસો લગાડાઈ છે. કરોડો રૂપિયા નો આ પ્રોજેક્ટ હતો પરંતુ કોન્ટ્રાક્ટર ની હલકી કક્ષાની કામગીરી ને પગલે મકાનો જર્જરિત, થયા છે. સૌથી મહત્વ ની વાત સ્ટ્રક્ચર સ્ટેબીલિટી રિપોર્ટ જેને તૈયાર કર્યો ઉપરાંત બિલ્ડીંગ ની ઇન્સ્પેકશન કરનાર એજન્સીઑ ની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં, છે કેવા રિપોર્ટ તૈયાર કર્યા આ એજન્સી એ તે ચર્ચા નો વિષય બન્યો છે. અહીં લોકો જીવ ના જોખમે રહેવા મજબુર બન્યા છે લોકો ના જીવન સાથે રમત રમનારાઓ સામે તથા આમાં જે પણ કોઈ દોષિત હોય તેઓ સામે કડક પગલાં અને સ્થાનિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ની માંગણી થઈ રહી છે
