વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ છેલ્લા 85 વરસ થી કાર્યરત છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની આજે શ્રી કાનન પાટીદાર હોલ ખાતે 85 મી વાર્ષિક સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક દ્વારા થતા અને સભાસદોને અપાતા લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા અને બેંક દ્વારા કરાયેલા નિર્ણય પર મોટી સંખ્યામાં સભાસદો એ સંમતિ આપી હતી. શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડમાં સભાસદોએ વિશ્વાસ મૂકતા આજે આ મંડળી બહોળી બની છે. અને આનું કાર્ય વિસ્તરી જિલ્લા સ્તરે પહોંચ્યુ છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ તહેવારો અને સભાસદો તથા સભાસદોના બાળકો માટે શૈક્ષણિક સહાય સહિતની યોજનાઓ અમલમાં મુકાયતી હોય છે સભાસદોના લાભાર્થે થતી પ્રવૃત્તિઓ ને લઈ સભાસદોમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી છે આજે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડની 85 મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં સભાસદો દ્વારા પણ કરાયેલ સૂચનોને મંડળીના પદાધિકારીઓ દ્વારા અમલમાં લાવવા અંગે જણાવ્યું હતું આજની વાર્ષિક સામાન્ય સભા સંદર્ભે મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળેએ વધુ માહિતી આપી હતી
