વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરાતું નથી રોજ કમાઈને રોજ ખાનાર લારી ગલ્લા ધારકો માટે યોગ્ય આયોજનો થતા નથી અને પરિણામે અવારનવાર તેઓને દબાણ શાખાની કામગીરી થી હેરાનગતી ભોગવી પડે છે
જોકે પાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી ચાર્જ ભરેલ હોય તેની સામે અલગ વલણ અને કદાચ કોઈ વહીવટી ચાર્જ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કે ધંધો પૂરતો ન થઈ શકવાના કારણે ન ભરી શક્યો હોય તો તેની લારી હટાવી લેવાનું સામે આવ્યું છે જેને લઈને આવા લારી ગલ્લા ધારકોમાં રોશ પણ જોવા મળ્યો હતો
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વહીવટી ચાર્જ ભરેલ હોય અને વહીવટી ચાર્જ ન ભરેલ હોય તેમની સાથે કરાતી જુદી જુદી કાર્યવાહીને લઈ સવાલો થયા છે
દબાણ શાખાની ટીમ આજરોજ સુરસાગર તરફથી જુબેલી બાગ તરફ દબાણ હટાવવા પહોંચી હતી જ્યાં અમુક લારી ને જપ્ત કરવામાં આવી હતી જ્યારે બીજા પથારા સહિતના દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી ન હતી. પાલિકાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબે જે વહીવટી ચાર્જ ન ભર્યો હોય તેની લારી જપ્ત કરવાનું કહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે વહીવટી ચાર્જ ભરી પાલિકા ઉભા રહેવાની પરવાનગી આપે છે કે કેમ ?
આખા રોડ પર દબાણ શાખા ને ફક્ત થોડી લારીઓ જ દબાણમાં દેખાઈ હતી.
બીજી તરફ લારી ધારકે જણાવ્યું હતું કે ₹500 ની પાવતી ફાડે છે અત્યારે ધંધા નથી ત્યારે અમે ₹500 ક્યાંથી લાવીએ કરે પાલિકા દ્વારા દબાણ મામલે કરાતી આ કામગીરી સવાલોના ઘેરામાં આવી હતી
