Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • સુરત
  • સમલૈગિંક સંબંધ માણવા જતાં યુવકના રૂપિયા, મોબાઈલ અને બાઇક લૂંટી યુવકને મારી નાખવાની ધમકી આપી હતી જેમાં બેની ધરપકડ કરાઈ
  • સુરત

સમલૈગિંક સંબંધ માણવા જતાં યુવકના રૂપિયા, મોબાઈલ અને બાઇક લૂંટી યુવકને મારી નાખવાની ધમકી આપી હતી જેમાં બેની ધરપકડ કરાઈ

Lokmat News Vadodara August 21, 2025 1 min read
08-02-2025

સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા ત્રણ યુવાનોએ એક રત્નકલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ, મોબાઈલ અને બાઈક લૂંટી લીધા હતા. આરોપીઓએ ચપ્પુની અણીએ યુવાનના ખાતામાંથી 5,000 પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓ અર્શીત સાખંટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે, સુરતમાં કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર ગે એપ મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો. ગઈ તારીખ 18 ઑગસ્ટ 2025ની રાત્રે આશરે 8.30થી 9.30 વચ્ચે આરોપીઓએ તેને વરાછા મારૂતિ ચોક પાસે આવેલા ગોપાલ શુઝ પાસે બોલાવ્યો હતો. તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે 50,000 માગ્યા હતા.પૈસા ન આપતા તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો. ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઇલનો ઉપયોગ કરી ગુગલ પે મારફતે રૂ. 5,000 ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં તેનો રૂ. 8,000નો મોબાઈલ અને રૂ. 80,000ની કિંમતની હોન્ડા કંપનીની બાઈક છીનવી લીધી હતી. ‘પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઈક પાછું લઈ જજે, નહીં તો મારી નાંખીશ’ તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ મામલે ભોગબનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્શીત નાજાભાઇ સાખંટ અને દીપેન હીતેશભાઇ રાઠોડની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. દીપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 25

Post navigation

Previous: અમૂલની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જેમને ચૂંટણી લડવા દેવેદરી કરી તેમનું કોંગ્રેસ પેનલના ઉમેદવારના નામ પ્રસિદ્ધ કરતાં વિવાદ
Next: ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.