બાલાસિનોર બ્લોક માંથી ઉદેસિંહ પરમાર અને વિરપુર બ્લોક માંથી રાધુંસિંહ પરમાર ને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યું
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજવાની છે. ત્યારે તા. ૨૦મી ઓગસ્ટ એટલે કે એકથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા પેનલની રચના કરવામાં આવી હોવાના ગુજરાત સમાચારમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં બાલાસિનોર અને વિરપુર બ્લોકમાં ભાજપ નેતાઓ જેમણે ભાજપ માંથી ચૂંટણી લડવા દાવેદારી કરેલ જે ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરતા હોબાળો મચ્યો હતો. છપાયેલા સમાચારમાં બાલાસિનોર બ્લોક માંથી ઉદેસિંહ પરમાર અને વિરપુર બ્લોક માંથી રાધુંસિંહ પરમાર ને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યું હોવાનું છપાંતાં બંને નેતાઓએ પ્રેસ કોન્ફ્રાન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે આ સમાચાર કલ્પીત તદ્દન ઉપજાવી કાઢેલ ટેબલ સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવામાં આક્ષેપ કરવામાં આવ્યા છે તેમજ આ અહેવાલ તદ્દન ખોટા-બનાવટી અને ખેડૂતો અને પશુપાલકો ને ભ્રમિત કરવા કોંગ્રેસ પ્રેરિત બનાવટી સમાચાર છાપવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તેમજ અમે બંને ભાજપના દાવેદાર છઈએ તેમજ ભાજપાના વફાદાર સક્રિય સદસ્યો છીઈએ અમે ભાજપની પેનલમાંથી દાવેદારી કરવા પ્રદેશ મોવડી મંડળ ને રજુઆતો કરેલ છે, ભાજપા પ્રદેશ મોવડી મંડળ જે ઉમેદવાર પસંદ કરશે તેને અમે જીતાડવાના છઈએ એવું પણ જણાવ્યું હતું. તેમજ અનેક આક્ષેપો સાથે મહીસાગર જિલ્લા પ્રમુખ સાથે જિલ્લા કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફ્રાન્સ યોજી હતી.એ જણાવ્યું હતું
