Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • વડોદરા: ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલીનું આયોજન
  • ભારત

વડોદરા: ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં માર્ગ સુરક્ષા રેલીનું આયોજન

Lokmat News Vadodara August 20, 2025 1 min read
8

કેવડિયામાં મંગળવારે યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાય બુધવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે માર્ગ સુરક્ષા રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અવસરે ડીજીપી વિકાસ સહાયના હસ્તે બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા નિયમિત રીતે હેલ્મેટ પહેરવાની શપથ લેવડાવવામાં આવી હતી. શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ જવાનો તથા ખાનગી સંસ્થાઓના પ્રતિનિધિઓએ રેલીમાં ભાગ લીધો હતો.

પ્લેકાર્ડ સાથે બાઇક રેલીના માધ્યમથી ટ્રાફિક જાગૃતિના સંદેશા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા. “સીટ બેલ્ટ અને હેલ્મેટ જીવન બચાવે છે”, “ઝડપથી નહીં સલામતીથી ચાલો” જેવા સૂત્રો સાથે બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ડીજીપી વિકાસ સહાયે  જણાવ્યું હતું કે, રાજ્ય તથા દેશભરમાં થતા રોડ અકસ્માતો અને તેમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા ચિંતાજનક છે. સરકાર અને પોલીસ બંને સતત પ્રયત્નશીલ છે કે કેવી રીતે આ અકસ્માતોની સંખ્યા ઓછી કરી શકાય. “હેલ્મેટ પહેરવાનું માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ પોતાના જીવનની સુરક્ષા માટે આવશ્યક છે,” તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે લોકોમાં સિવિક સેન્સ ઓછો જોવા મળે છે લોકોમાં સિવિક સેન્સ આવે તે જરૂરી છે  આ પ્રસંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.

માર્ગ સુરક્ષા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 40

Post navigation

Previous: માંડવી દરવાજાની પીડા — “હું તૂટી રહ્યો છું, પણ કોઈ સાંભળતું નથી!”
Next: ગુજરાતને પાંચ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.