વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવાનો ઠરાવ સામાન્ય સભામાં કર્યા બાદ આગામી તહેવારોમાં હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવા માટેનો નિર્ણય લઈ ભાજપ એ યુટર્ન માર્યો છે કેમ કે ગણેશ મંડળોના આયોજકો દ્વારા આ મુદ્દાને લઈને વિરોધ કરવાની તૈયારી દર્શાવી હતી વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો સર્કલોની આસપાસ તેમજ ચાર રસ્તાઓ નજીક હોર્ડિંગ્સ નહીં લગાવવાનો આદેશ હાઇકોર્ટે કર્યો હતો તેમ છતાં બારેમાસ અહીં ગેરકાયદેસર હોલ્ડિંગ્સ લાગી જતા હતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હતી
આ હોડીંગ્સના કારણે લોકોને તકલીફો પણ પડતી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ ઘણા દિવસો સુધી આ હોર્ડિંગ દૂર થતા ન હતા શહેર હોર્ડિંગ્સ ના જંગલમાં ફેરવાઈ જતા ગત બજેટમાં શહેરને હોડીંગ ફ્રી કરવાનો નિર્ણય લેવાયો હતો અંગેની દરખાસ્ત સ્થાઈ સમિતિ બાદ સામાન્ય સભાએ પણ મંજૂર કરી હતી જો કે હવે ગણપતિ અને નવરાત્રી સહિતના તહેવારો પણ આવવાના છે અને આ વર્ષે પાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે
તેવામાં ભાજપે યુ ટર્ન મારી હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું છે
આ માટે તૈયાર કરાયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે ગણેશ પંડાલ થી 50 મીટરની ત્રિજ્યામાં પાંચ હોર્ડિંગ્સ લગાવી શકાશે આ હોર્ડિંગ્સ ઉત્સવના પાંચ દિવસ પહેલાથી ઉત્સવના છેલ્લા દિવસ સુધી લગાવવાના રહેશે કોઈપણ જાતની કોમર્શિયલ જાહેરાત કરી શકાશે નહીં ઐતિહાસિક કે સરકારી ઇમારતો અને ટ્રાફિક જંકશનનોની આસપાસ હોર્ડિંગ્સ લગાડાશે નહીં તેઓ પણ ઉલ્લેખ કરાયો છે
