ડભોઇ તાલુકાના બોરબાર ગામે અવાર નવાર 6 ફૂટનો મગર મુખ્ય માર્ગ ઉપર આવી જવાને લઇ સ્થાનિક રહીશો દ્વારા ડભોઇ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન નાં યુવકોને જાણ કરતા 6 ફૂટ નો મગર નજીકની તલાવડી માંથી પાંજરે પુરાયો હતો જેને ડભોઇ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
Vio
ડભોઇ તાલુકા નાં બોરબાર ગામે તલાવડી નો મગર વારંવાર રોડ ઉપર આવી ચડતો હોય જેને લઇ રાહદારીઓ માં કુતુહલતા જોવા મળતી હતી સ્થાનિક રહીશો દ્વારા ડભોઇ વન વિભાગ ને જાણ કરતા મગર ને પકડવા વન વિભાગ દ્વારા પીંજરું મૂકવામાં આવ્યું ગત મોડી રાત્રે 6 ફૂટનો મગર પાંજરે પૂરતા લોક ટોળા ઉમટી પડ્યા હતા. ડભોઇ નેચર સેવિંગ ફાઉન્ડેશન નાં વૈભવ પટેલ, આકાશ વસાવા, પીનલ વસાવા, નિમેષ વસાવા, અક્ષય વસાવા, પ્રેમ વસાવા, મિત માછી, તેમજ વન વિભાગ નાં ફોરેસ્ટર હંસાબેન રાઠવા, બીટ ગાર્ડ કાજલબેન તેમજ રાજેશ્વરી ની હાજરી માં મગર ને રીસક્યું કરી ડભોઇ વન વિભાગ લાવવામાં આવ્યો બાદ મગર સ્વસ્થ જણાતા મગર ને રહેણાક વિસ્તાર થી દુર કુદરતી વાતાવરણ માં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
