સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે સૂત્રધાર હજી ફરાર છે.
માર્ચ 2025 થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન સિગ્નેટ હબ ઓફિસ નંબર 315 ત્રીજા માળેવડોદરા શહેર તથા એટલાન્ટિક હાઈટ્સ ગેંડા સર્કલ વડોદરા ખાતે રાધે એન્ટરપ્રાઇઝ ઈમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સ ની ઓફિસમાં આ કામના આરોપી રાજવીર તથા તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ તથા નયનાબેન મહીડા એ ફરિયાદીને ઓછી કિંમતે સોનુ આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લઈ આ વિશાલ તથા નયના મહીડા એ ફરિયાદીને લોન અપાવવા બાબતે આરોપીઓએ અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસ ભરોસો આપી ફરિયાદી પાસેથી સસ્તું સોનું અપાવવાના બહાને રૂપિયા 4 કરોડ 61, લાખ 50 હજાર તથા આરોપી વિશાલ બારડના એ પોતે લોન એજન્ટ હોવાનું જણાવી ફરિયાદીને ₹10 કરોડની લોન આપવા માટે બેંકના મેનેજર ને કમિશન પેટે એડવાન્સ આપવાના જણાવી કુલ 31 લાખ મેળવી લઈ આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ ચાર કરોડ 92 લાખ ,50 હજાર જેટલી માતબર પડાવી લઈફરિયાદીને નક્કી કર્યા મુજબ સોનું નહીં આપી કે લોન નહીં અપાવડાવી બનાવટી પોલીસ ઉભી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ આ ગુનાની તપાસ દરમિયાન આ ગંભીર ગુનામાં સંડોવાયેલ રાજવીર નામનો આરોપી અગાઉ પકડાયેલ રીઢો આરોપી ઇલ્યાસ ઉર્ફે વિક્કી સિરાજખાન અજમેરી હોવાનું જણાતા આ ગુનામાં સંડવાયેલ આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સ સાધારે સતત શોધખોળમાં રહી આ ગુનામાં સંડાવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી નયનાબેન મહિડા તેમજ ભાવેશ પરમાર બંને રહે વડોદરાઓને શોધી કાઢી આ બંને આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓના બે દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી રાખવામાં આવેલ છે
