Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • વડોદરામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી : 108 મોડીફાઇડ સાઇલેન્સરનો નાશ
  • ભારત

વડોદરામાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી : 108 મોડીફાઇડ સાઇલેન્સરનો નાશ

Lokmat News Vadodara December 17, 2025 1 min read

વડોદરા શહેરમાં વધતા અવાજ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનર કચેરી, ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન, વડોદરા ખાતે આજે કુલ 108 મોડીફાઇડ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો.આ કાર્યવાહી દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ, તેમજ ટ્રાફિક શાખાના અધિકારીઓ, પી.આઈ. સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાહનમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવવું મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહિત કૃત્ય છે. આવા સાઇલેન્સરથી અત્યધિક ઘોંઘાટ થાય છે, જેના કારણે સામાન્ય નાગરિકોને તકલીફ પડે છે. ખાસ કરીને દર્દી, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ પર તેની નકારાત્મક અસર પડે છે. ઉપરાંત, અતિશય અવાજથી વાહન ચાલકોનું ધ્યાન ભટકવાની શક્યતા રહેતી હોવાથી માર્ગ અકસ્માતોની સંભાવના પણ વધી જાય છે.ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં ખાસ કરીને બુલેટ સહિતના વાહનોમાં લગાવવામાં આવતા મોડીફાઇડ સાઇલેન્સર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, મોડીફાઇડ સાઇલેન્સર લગાવનાર વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા દંડ પણ વસૂલવામાં આવે છે, પરંતુ કેટલાક વાહન ચાલકો દંડ ભરી ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે. જેથી આવા મોડીફાઇડ સાઇલેન્સર રિમૂવ કરી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવ્યા બાદ તેનો નાશ કરવામાં આવ્યો છે.
પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને વાહનમાં માત્ર કંપની દ્વારા મંજૂર (સ્ટાન્ડર્ડ) સાઇલેન્સરનો જ ઉપયોગ કરે. ભવિષ્યમાં પણ આવા નિયમભંગ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 186

Post navigation

Previous: વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા
Next: વડોદરામાં વધતા અકસ્માતોને લઈને પોલીસ તંત્ર સક્રિય, કાલાઘોડા ટ્રાફિક પોઇન્ટે કમિશનરની રૂબરૂ મુલાકાત

Related News

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.