ગોરવા અમરપાલી સોસાયટી ભાગ 2 માં રેતી અજીઝબાનુ મુસ્તુફા ઈસ્માઈલ દિવાનનો મૃતદેહ 10 મી ડિસેમ્બરના રોજ અંકોડિયા ગામની સીમમાંથી મળી આવ્યો હતો પોલીસે અજીઝબાનું નો મૃતદેહ મળી આવ્યો ત્યાંથી તેના ઘર સુધીના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી જેમાં અજીઝબાનું એક યુવાનના ટુ-વ્હીલર ઉપર બેસીને જતી દેખાઈ હતી પોલીસે આ યુવાનની ઓળખ વિધિ માટે તપાસ હાથ ધરી હતી જેમાં યુવાન ગોરવા રૂપમ સોસાયટીની બાજુમાં સૈયદ સાહેબના મકાનમાં રહેતો રમીઝ રાજા હનીફભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેની તપાસ હાથ ધરતા તે ગોરવા અને તેના હાથી ખાનામાં આવેલા ઘરેથી પણ મળી આવ્યો ન હતો દરમિયાન ગઈકાલે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછપરછ હાથ ધરી હતી આખરે પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે મૃતકની મોટી બહેન ફિરોઝાબાનુ ઉર્ફે અનિશા દિવાન ના કહેવાથી તેને હત્યા કરી હતી અજીઝ બાનુ થોડા દિવસ પહેલા જ 40 લાખનો વીમો ઉતારાવ્યો હતો જેમાં નોમીનીમાં અજીઝબાનુએ તેની મોટી બહેન ફિરોઝાબાનુ નું નામ લખાવ્યું હતું.આ રકમ મેળવવા માટે ફિરોઝાબાનુ એ તેના પરિચયમાં આવેલા રમીજ રાજાને તેની હત્યા કરવા કહ્યું હતું આથી તે અજીઝ બાનુ ને મોપેડ પર તારીખ 9 ડિસેમ્બરના રોજ લઈ જઈ અંકોડિયા કેનાલ પાછળ સીમમાં તેના દુપટ્ટા વડે ગળે ફાંસો આપી હત્યા કરી હતી પોલીસે રમીઝ રાજા અને ફિરોઝાબાનુ ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.હત્યાનો ભેદ ઉકેલાયા બાદ પોલીસે આજે મુખ્ય આરોપી રમીઝરાજા શેખને સૌપ્રથમ ગોરવા વિસ્તારમાં લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેને અંકોડિયા ગામની સીમમાં જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો તે સ્થળ સુધી લઈ જઈ સમગ્ર ઘટનાક્રમ ફરીથી સમજાવ્યો હતો.રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ મહિલાને કઈ રીતે બહાને બહાર લઈ ગયો, કયા માર્ગે લઈ ગયો અને કયા સ્થળે દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી તે બાબતો પોલીસ સમક્ષ બતાવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
