વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન પાસે નિર્માણાધીન સાઇટના પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેના બાજુનો અમુક રસ્તાનો ભાગ ધસી પડ્યો હતો.
ઘટનાને લઈને સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપ્યો હતો અને રહીશો કોમ્પ્લેક્સ માંથી નીચે ઉતરી આવ્યા હતા . આ ઘટનાની જાણ ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને કરાઇ હતી. ફાયર બીગ્રેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી કોર્ડેનની કામગીરી કરી હતી તથા જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી સાથે જ નિર્માણાધિન કામગીરી પણ રોકાવી હતી. ઘટનાના પગલે લોકટોળાં પણ એકત્ર થયા હતા. પાણીગેટ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સર્જન કોમ્પ્લેક્સ સહિતના પાસેના કોમ્પલેક્ષમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે બે દિવસ પહેલા પણ આ કામગીરીને લઈને અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું જો કે તે બાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના થઈ છે અમારા ઘર ધ્રુજીયા હતાં. જીવના જોખમે અમે રહી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે નવા કામમાં ખાડા ખોદતા તેના લીધે સર્જન અને બાલાજી બે બિલ્ડિંગોને ડેમેજ થવાનો ડર છે ઊંડા ખાડા ખોદયા છે તેથી અમારા ઘરોમાં વાઇબ્રેશન પણ ચાલુ થયું છે તેવા આક્ષેપો કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે એક દુકાનનું પતરું પડી ગયું છે બીજું પડવાની તૈયારીમાં છે એટલે ભયના માટે લોકો રોડ ઉપર આવી ગયા છે ઓલરેડી આ બિલ્ડીંગ 25 26 વર્ષ જૂનું છે રી ડેવલપમેન્ટમાં જાય તેવી પોઝિશન તો આવી જ ગઈ છે દુકાનનું પતરું પડી ગયું છે કંપાઉન્ડવોલ પડી છે તેમ જણાવ્યું હતું.ફાયર અધિકારી અર્જુનદાન ગઢવી દ્વારા જણાવ્યું હતું કે કોલ મળતા ફાયર બ્રિગેડે. ઘટના સ્થળે આવી કામગીરી હાથ ધરી છે અહીં કન્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે પ્રાથમિક રીતે જોતા તેના કારણે આ બનાવ બન્યો હોવાનું લાગી રહ્યું છે દિવાલ ધરાશાયી થતા કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે જેથી કોમ્પલેક્ષના લોકોને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે.નંદનવન ડેવલોપર્સ દ્વારા નંદનવન કોમ્પલેક્ષ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર મામલે નિર્માણઆધીન સાઇટ નંદનવન કોમ્પલેક્ષના ડેવલોપર પરેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સ બનાવતા પહેલા અમે પ્રિકોશન લીધા છે પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે ત્યા આજુબાજુ કોમ્પ્લેક્સ રેસીડેન્સ છે લીકેજ ના કારણે ભેખડ ધસી પડી છે કોઈ હોનારત થઈ નથી કોમ્પ્લેક્સના રહીશો સાથે બેસી વચ્ચેનો રસ્તો કરી સારું કરીશું એપાર્ટમેન્ટની તિરાડો મામલે ટેકનિકલ માણસોને બોલાવી સોલ્યુશન લાવીશું તેમ જણાવ્યું હતું
