આજે 13 ડિસેમ્બર, શનિવારના રોજ યોજાયેલા નવરચના યુનિવર્સિટીના 13મા પદવીદાન સમારોહમાં સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ લો, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાયન્સ, એન્વાયર્નમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર તેમજ લિબરલ સ્ટડીઝ એન્ડ એજ્યુકેશનના કુલ 844 વિદ્યાર્થીઓને 25 વિવિધ અભ્યાસક્રમોમાં પદવી એનાયત કરવામાં આવી હતી.
સમારોહમાં 96 ટકા સ્નાતક સફળતા દર નોંધાયો, જેમાં 451 વિદ્યાર્થીનીઓ અને 393 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. સાથે જ 7 પીએચડી એવોર્ડી અને 19 ગોલ્ડ મેડલિસ્ટને પણ સન્માનિત કરવામાં આવ્યા. હતા
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાહુલ અમીન અને ચેરપર્સન તેજલ અમીનના હસ્તે પદવી એનાયત કરવામાં આવી. વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેકલ્ટી સભ્યો, ટ્રસ્ટીઓ અને શૈક્ષણિક નેતૃત્વની વિશાળ ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો. હતો
સમારોહના ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલા ડૉ. રાધાકાંત પાધી — ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના પ્રોફેસરે પોતાના પ્રેરક સંબોધનમાં વિદ્યાર્થીઓને ‘વ્હોટ’ અને ‘હાઉ’થી આગળ વધીને શીખવાના ‘વાય’ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરી.તેમણે ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ, નમ્રતા અને સામાજિક જવાબદારી પર ભાર મૂકતા કહ્યું કે, “એઆઈ માઈનસ આઈ એટલે ફક્ત એ”, અને સમાજને કંઈક પરત આપવાની ભાવનાથી ડેવલપ્ડ ઈન્ડિયા માટે કામ કરવાની અપીલ કરી હતી.પ્રેસિડેન્ટ રાહુલ અમીને સ્નાતકોને શિસ્ત, શ્રેષ્ઠતા અને જવાબદાર નેતૃત્વના મૂલ્યો સાથે પોતાની પ્રોફેશનલ યાત્રા શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા, જ્યારે ચેરપર્સન તેજલ અમીને સામાજિક રીતે જવાબદાર અને ભવિષ્ય માટે તૈયાર વ્યાવસાયિકો તૈયાર કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.પ્રો વોસ્ટ પ્રો. પ્રત્યુષ શંકરે વાર્ષિક અહેવાલ રજૂ કરી યુનિવર્સિટીની સિદ્ધિઓ, વિઝન અને મિશન પર પ્રકાશ પાડ્યો. સમારોહના અંતે રજિસ્ટ્રાર પ્રો. સંદીપ વસંતે આભારવિધિ કરી હતી
