આગામી 19મી ડિસેમ્બરના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાનાર છે જેને લઇને ચૂંટણીનો માહોલ જામ્યો છે ફોર્મ ભરવાની પ્રક્રિયા , પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે કુલ 37 ઉમેદવારોએ વિવિધ પદો માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોઈ ફોર્મ રદ થયું નથી કુલ ૩૭ કેન્ડિડેટે ફોર્મ ભર્યા હતા તે બધા જ મંજુર થયા છે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે જેમાં નલિનભાઈ પટેલ તથા હસમુખભાઈ ભટ્ટ વચ્ચે પ્રમુખ પદ માટે જંગ જામશે વાઈસ પ્રેસિડેન્ટ માં ભટ્ટ અક્ષય પ્રકાશભાઈ , ધોબી રાજેશકુમાર રમણભાઈ , નીલમ ભાસ્કરરાવ શંકર રાવ, સુતરીયા નેહલ કૌશિક કુમારનાઓએ ઉમેદવારી નોંધાવી છે
વડોદરા વકીલ મંડળની આ વખતની ચૂંટણીમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જેમાં ફોટા વાળી મતદારોની મતદાર યાદી તૈયાર કરાઈ છે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે ચૂંટણી કમિશનર અલકાબેન જાદવ દ્વારા 37 ઉમેદવારોના નામ સાથેની ફાઇનલ યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે
જે સંદર્ભે ચૂંટણી કમિશનર અલકાબેન જાદવ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી
