વડોદરા શહેરના માંડવી નજીક ઘડિયાળી પોળમા ખરીદી કરવા માટે ગયેલા એનઆરઆઈ મહિલાનું 18 તોલા વજનના સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 41,000 ભરેલું પર ચોરી કરી જનાર ટોળકીને વાડી પોલીસે અમદાવાદ ચાંદખેડા થી ઝડપી પાડી હતી ઝડપાયેલ ચાર આરોપીઓમાં એક દંપત્તિ છે જ્યારે અન્ય બે મહિલા તેમના પાડોશી છે.આ બનાવમાં ટોળકી સુધી પહોંચવા માટે ઘડિયાળી પોળ અંબા માતાના ખાચાની દુકાનોના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ચાવીરૂપ સાબિત થયા હતા. હાલ લંડન રહેતા સુનંદાબેન માલસુરે એક લગ્ન પ્રસંગ માટે વડોદરા આવ્યા હતા અને દંતેશ્વરની એક હોટલમાં રોકાયા હતા છઠ્ઠી ડિસેમ્બરે પરિવાર સાથે ખરીદી કરવા માટે ઘડિયાલી પોળ ગયા હતા જ્યાં ભીડનો ફાયદો લઈ તેમના પર્સમાંથી કીમતી આભૂષણો અને રોકડ રકમ સાથેનું પર્સ ચોરાયું હતું. વાડી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટે ચેક કરાયા હતા. જેમાં કેટલીક મહિલાઓ ચોરી કરતા જણાઈ હતી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ની મદદથી તપાસ શરૂ કરાઈ હતી ચોક્કસ માહિતીના આધારે એક ટીમ અમદાવાદ ચાંદખેડા ગઈ હતી અને ત્યાંથી આરોપી ભરત ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી સુમન ઉર્ફે કાજલ ભરત પ્રતાપ દંતાણી હેતલ માળુ તેમજ ચંદા રવિ દેવીપુજક ની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ પાસેથી ભોગ બનનારના 18 તોલા વજનના સોનાના દાગીના મૂળ સ્વરૂપમાં રિકવર કરવામાં આવ્યા હતા જ્યારે રોકડા રૂપિયા 41,000 આરોપીઓએ સરખે હિસ્સે વહેચીને વાપરી નાખ્યા હોવાની કેફિયત આપી રહ્યા છે ભરત દંતાણી સામે અમદાવાદ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના આઠ ગુના દાખલ થઈ ચૂક્યા છેતેની પત્ની સુમનનો પણ ગુનાહિત ઇતિહાસ છે તેની સામે પણ બે ગુના નોંધાયા છે હેતલ માળુ સામે પણ ચોરીની ફરિયાદ થઈ છે પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
