મળતી માહિતી અનુસાર, અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસની અડફેટે અંદાજિત ૬૦ વર્ષીય અજાણ્યા આધેડ આવી જતા ટ્રેનની જોરદાર ટક્કરથી દૂર ફંગોળાયા હતા અકસ્માતમાં આધેડને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ ડાબો પગ કપાઈ જતા સ્થળ પર જ તેમનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતા જ ટ્રેન ડ્રાઇવરે રેલવે તંત્રને મેસેજ આપ્યો હતો. જેના પગલે ચાંદોદ પોલીસ તથા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના લોકોનો સંપર્ક કરી મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરંતુ ટ્રેન અકસ્માતમાં મૃતકના ચહેરાના ભાગને ભારે નુકસાન પહોંચતા ઓળખ થઈ શકી નહોતી. ત્યારબાદ ચાંદોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી દવાખાને ખસેડ્યો છે અને અજાણ્યા આધેડની ઓળખ માટેની કાર્યવાહી તેજ કરી છે. પોલીસ દ્વારા જો કોઈ વ્યક્તિને આ અંગે માહિતી હોય તો ચાંદોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
