પૈસા ઉપાડવા જતાં નાગરિકો સાથે હાથ ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી નાણાની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી જેટલા એ.બનાવોનો ભેદ ઉકેલ્યો હતો
વડોદરા શહેરમાં આવેલ જુદી જુદી બેંકના એટીએમ ઉપર પૈસા ઉપાડવા જતા નાગરિકોને પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને યુક્તિ પ્રયુક્તિ થી નાગરિકોને વાતોમાં રાખી એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લીધા બાદ હાથ ચાલાકી થી પોતાની પાસેનું ડમી એટીએમ કાર્ડ બદલી લઈ પૈસા ઉપાડવા આવેલ નાગરિક એટીએમ માંથી બહાર ગયા બાદ એટીએમ માંથી પૈસા ઉપાડી લેવાના બનાવ બનવા પામેલ હતા આવા બનાવો શોધી કાઢવા સારું ક્રાઈમ બ્રાન્ચને સૂચના મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારિત આવા બનાવો બનવાની સંભાવના ધરાવતા એટીએમ સેન્ટરની આસપાસ તપાસમાં હતી દરમિયાન ટીમે શંકાસ્પદ ઈસમ નામે તુષાર અનિલભાઈ કોઠારી ઉંમર વર્ષ 36 રહે ભાઈલાલ દાદાની ચાલી ચરોતર બેંક પાસે આણંદ મૂળ હાથીપોળ રાજમહેલ રોડ વડોદરાની એટીએમ કાર્ડ નંગ 10 તથા એક મોબાઇલ ફોન સાથે શોધી કાઢયો હતો આરોપીને તેની પાસેના શંકાસ્પદ એટીએમ કાર્ડ સંબંધે પૂછપરછ કરતા આ ઈસમ એટીએમ સેન્ટર ઉપર પૈસા ઉપાડવા આવતા નાગરિકોની ઉપર નજર રાખી એટીએમ મશીન ઉપયોગ કરવા તકલીફ ધરાવતા નાગરિકોને તેમજ વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરી તેમને પૈસા ઉપાડવા માટે મદદ કરવા જણાવી વિશ્વાસ કેળવતો હતો પોતાની પાસેનું ડમી એટીએમ કાર્ડ અસલ એટીએમ કાર્ડ સાથે બદલી લઈ કાર્ડનો પીન નંબર જાણી લઈ ડમી એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડવાની કોશિશ કરાવી એટીએમ માં સર્વર ડાઉન હોવાનું જણાવી પોતે બીજા એટીએમમાં જઈ એટીએમ કાર્ડની મદદથી પૈસા ઉપાડી લેવાના ગુનાઓ આચરતો હોવાનું જણાઈ આવેલ આવા ગુનાઓ તેણે વડોદરા શહેર ઉપરાંત ડાકોર ભરૂચ સુરત ખાતે કરેલ જેની હકીકત આધારિત ખાતરી તપાસ દરમિયાન વડોદરા શહેરના ફતેગંજ ભરૂચ એ ડિવિઝન અને ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ચોરી તેમજ ઠગાઈના ગુનાઓ રજીસ્ટર થયેલ હોવાની હકીકત જણાઈ આવતા સદર ઈસમ પાસેનો મુદ્દામાલ કબજે કરી આ તમામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આરોપી અને મુદ્દા માલ સોંપવાની તજવીજ હાથ ધરેલ છે.
