આજે સંકષ્ટ ચોથ નિમિત્તે રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આજે સંકષ્ટ ચોથના પાવન દિવસે રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે મહા પૂજા, કેસર સ્નાન અને મહા આરતી સહિતના વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો નુ ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને ગણપતિ બાપાના દર્શન-અર્ચન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. મંદિરમાં ગણપતિ દાદાને ખાસ કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ વિશેષ પૂજા તથા મહાઆરતી યોજાઈ હતી.આજનો દિવસ ખાસ છે કારણ કે આજે માઘશર મહિનાની ચતુર્થી, જેને સંકષ્ટ ચોથ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા મુજબ સંકષ્ટ ચોથનું વ્રત કરી અને ચંદ્ર દર્શન કર્યા બાદ ગણપતિ બાપા દુઃખ-સંકટ દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ દિવસે ગણેશજીને દુર્વા, મોદક અને લાડુનો નૈવેદ્ય ચઢાવવાનો શાસ્ત્રમાં મહિમા છે. આજનો ચંદ્રોદય રાત્રિના 8:36 વાગે થવાનો હોવાથી તે સમયે વિશેષ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી શૈલેષ મહારાજે સર્વે ભક્તોને આરતીનો લાભ લેવા અંતરથી આમંત્રિત કર્યા હતા. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી
