Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનો આજથી પ્રારંભ
  • વડોદરા

ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષ્યમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનો આજથી પ્રારંભ

Lokmat News Vadodara December 7, 2025 1 min read
Web (1)

પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની મંગલ પ્રેરણા આશીર્વાદથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ વડોદરાના આંગણે 21 થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાઇ રહ્યો છે VYO વજ્રધામ આધ્યાત્મિક સંકુલના કાર્યકર્તા અગ્રણીઓ આ આયોજનની તૈયારીઑ કરી રહ્યા છે.ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉપલક્ષમાં વજ્રધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજમાન દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો સંસ્કારી નગરી વડોદરામાં દિવ્ય અખંડ જ્યોત નગરયાત્રા પ્રકાશ શ્રદ્ધા અને એકતાનો સંદેશ લઈને પ્રત્યેક ઘરે પહોંચશે. સવારના 10 કલાકે વજ્રધામ આધ્યાત્મિક સંકુલથી દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી દ્વારા જણાવ્યું હતું કે વડોદરામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માં છેલ્લા આઠ વર્ષથી અખંડ જ્યોત વિરાજમાન છે આઠ વર્ષ પહેલાં વ્રજભૂમિમાં શ્રી ગીરીરાજ પ્રભુના સાનિધ્યમાં ખૂબ મોટા પાયે દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો તે યજ્ઞના પૂર્ણાહુતિ માંથી જ્યોત લઈને અખંડ જ્યોતના રૂપમાં સ્થાપિત કરવામાં આવી હતી
વ્રજમાંથી બે અખંડ જ્યોત વડોદરા શહેરમાં વાજતે ગાજતે વાહન રેલીના સ્વરૂપે વ્રજધામ સંકુલમાં પધરાવવામાં આવી હતી. આઠ વર્ષથી આ જ્યોત અખંડ છે અને સર્વ ભક્તજનો વૈષ્ણવો દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે આજે વડોદરા શહેરની અંદર શહેરની નગરયાત્રામાં બે જ્યોતમાંથી એક જ્યોત બસના માધ્યમથી લગભગ આઠ દિવસ સુધી વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર પધારશે વ્રજધામ સંકુલના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને વ્રજભૂમિની ઉર્જા લઈને આ જ્યોત વડોદરા શહેરને પાવન કરવા જઈ રહી છે આઠ દિવસ દરમિયાન જુદા જુદા ભગવદીઓના ઘરે આ જ્યોતનો મુકામ પણ થશે અને ત્યાં પણ લોકોને દર્શનનો લાભ પ્રાપ્ત થશે તેઓશ્રીએ સૌ શહેર વાસીઓને આહવાન કર્યું હતું કે આઠ વર્ષ પછી સૌપ્રથમવાર આ અખંડ જ્યોત વડોદરાના રાજમાર્ગો ઉપર જ્યારે પધારે સૌ એના દર્શનનો લાભ પ્રાપ્ત કરજો દિવ્ય ઉર્જા પ્રાપ્ત કરજો. આ પ્રસંગે વડોદરા શહેર bjp પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની દ્વારા જણાવ્યું હતું કે શ્રી વલ્લભકુળના વ્રજધામ મંદિર ખાતેથી આજે અખંડ જ્યોતની યાત્રાનો પ્રારંભ થયો છે 21 થી 29 ડિસેમ્બરના રોજ નવલખી મેદાન ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે એ આયોજનના ભાગરૂપે અખંડ જ્યોતની નગરચર્યા આજથી 14 ડિસેમ્બર દરમિયાન થનાર છે સૌ નગર જનોને વડોદરા શહેર bjp પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ અપીલ કરી હતી કે જ્યારે અખંડ જ્યોત જ્યારે આપણા વિસ્તારમાં આવે ત્યારે ભવ્યાતીભવ્ય સ્વાગત કરીએ દર્શન કરીએ અને આધ્યાત્મિકતાનો આનંદ લઈએ 21 થી 29 ડિસેમ્બરના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવા તેઓએ અપીલ કરી હતી.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 11

Post navigation

Previous: એક્સપ્રેસ હાઈવે ઉપર નડિયાદ પાસે ટ્રકની પાછળ ઘૂસી ગયેલ કારમાં આગ : સદનસીબે કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સલામત
Next: વડોદરા પાણીગેટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.