વડોદરાના વોર્ડ 19 વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા બે-ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો હતો. ગઈકાલે પાણી આવવાના સમય માર્ગ ઉપર પાણી ફરી વળ્યું હતું, જેના કારણે રસ્તો પોચો અને જોખમી બની ગયો હતો.આજ સવારે આ જ માર્ગ પરથી રેતી ભરેલું એક ડમ્પર ગામમાંથી જી.આઈ.ડી.સી તરફ જઈ રહ્યું હતું. દરમિયાન રસ્તાની નબળી સ્થિતિને કારણે ડમ્પરના પાછળના વ્હીલ ધસી જતા ડમ્પર રસ્તામાં જ ફસાઈ ગયું. એક તરફ અમૂલ્ય પાણીનો વેડફાટ અને બીજી તરફ બિસ્માર રસ્તાની હાલત—બંને બાબતે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.વોર્ડ 19માં પાલિકાની બેદરકારી – ગઈકાલે પાણી વેડફાટ, આજે ડમ્પર ફસાયું. વડોદરાના વોર્ડ 19 વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા બે-ત્રણ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો હતો. પાણી આવવાના સમયે માર્ગ ઉપર પાણી ફરી વળતુ હોય છે જેના કારણે રસ્તો પોચો અને જોખમી બની ગયો હતો.આજે સવારે માર્ગ પરથી રેતી ભરેલું એક ડમ્પર ગામમાંથી જી.આઈ.ડી.સી તરફ જઈ રહ્યું હતું. દરમિયાન રસ્તાની નબળી સ્થિતિને કારણે ડમ્પરના પાછળના વ્હીલ ધસી જતા ડમ્પર રસ્તામાં જ ફસાઈ ગયું. એક તરફ અમૂલ્ય પાણીનો વેડફાટ અને બીજી તરફ બિસ્માર રસ્તાની હાલત—બંને બાબતે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ડમ્પર ચાલકે પણ હેરાનગતિ થતાં મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને પાલિકાની બેદરકારીને કારણભૂત ગણાવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પાલિકા તંત્રને તુરંત યોગ્ય કામગીરી કરવાની માંગણી કરી છે, જેથી આવાં બનાવો ફરી ન બને. ડમ્પર ચાલકે પણ હેરાનગતિ થતાં મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને પાલિકાની બેદરકારીને કારણભૂત ગણાવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પાલિકા તંત્રને તુરંત યોગ્ય કામગીરી કરવાની માંગણી કરી છે, જેથી આવાં બનાવો ફરી ન બને.
