વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા પદાધિકારીઓના સ્વાગત સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા શહેર કોંગ્રેસમાં નવી નિમણૂંકોને લઈને ગઈકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુસૂચિત જાતિ ચેરમેન રાજેન્દ્ર પાલ ગૌતમ, જીપીસીસીના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠડીયા તેમજ પ્રદેશ પ્રમુખશ્રીની હાજરીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન તરીકે મહેશ સોલંકીની ફરીથી નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે વડોદરા શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે પવન ગુપ્તાની વરણી કરવામાં આવી છે.સ્વાગત સમારંભ દરમ્યાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યાલય ખાતે બંને નવા પદાધિકારીઓનું હર્ષોઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.નવી જવાબદારીઓ સંભાળનાર મહેશ સોલંકી અને પવન ગુપ્તાએ પક્ષ મજબૂત બનાવવા અને સંગઠનને વધારે ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
