વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે અંગ્રેજી માધ્યમના વિજ્ઞાનના શિક્ષક કવિતાબેન રાજપુરોહિતના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 9 ના કુલ 70 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન
( સાઈકવેસ્ટ ) ‘SCIQUEST–2025’ ના આયોજનમાં પોતાની કૃતિઓ વિજ્ઞાન પ્રદર્શનમાં મૂકી હતી આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ મનોરંજક
નાવિન્યસભર તથા સમાજને ઉપયોગી બની શકે તેવી અલગ અલગ વિજ્ઞાનની કૃતિઓ તૈયાર કરી પોતાની આવડત તથા શાળાની કેળવણીને સારી રીતે રજૂ કરી હતી બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓમાં તેઓની પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ થઈ છે. ગુરુકુલ વિદ્યાલયના નિયામક દિનેશભાઈ પંડ્યા તેમજ શેલ પંડ્યાએ સાઇકવેસ્ટ 2025 નુ રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મયુરભાઈ જગતાપ કે જેઓ હાલ ફીઝીક્સ વિષય સાથે પીએચડી કરી હાલ એમ એસ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ભૂમિકા ભજવે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપ્યું હતું આ પ્રદર્શનમાં વાલીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ તથા સમગ્ર આયોજનને વખાણ્યુ હતું. વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે અંગ્રેજી માધ્યમના વિજ્ઞાનના શિક્ષક કવિતાબેન રાજપુરોહિતના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 9 ના કુલ 70 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન ( સાઈકવેસ્ટ ) ‘SCIQUEST–2025’ ના આયોજનમાં પોતાની કૃતિઓ વિજ્ઞાન પ્રદર્શનમાં મૂકી હતી આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ મનોરંજક નાવિન્યસભર તથા સમાજને ઉપયોગી બની શકે તેવી અલગ અલગ વિજ્ઞાનની કૃતિઓ તૈયાર કરી પોતાની આવડત તથા શાળાની કેળવણીને સારી રીતે રજૂ કરી હતી બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓમાં તેઓની પ્રતિભા અને સર્જનાત્મકતા રજૂ થઈ છે. ગુરુકુલ વિદ્યાલયના નિયામક દિનેશભાઈ પંડ્યા તેમજ શેલ પંડ્યાએ સાઇકવેસ્ટ 2025 નુ રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મયુરભાઈ જગતાપ કે જેઓ હાલ ફીઝીક્સ વિષય સાથે પીએચડી કરી હાલ એમ એસ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ભૂમિકા ભજવે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા માર્ગદર્શન આપ્યું હતું આ પ્રદર્શનમાં વાલીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ તથા સમગ્ર આયોજનને વખાણ્યુ હતું
