વડોદરા હવાઈમથકથી ડોમેસ્ટિક રૂટના 16 શેડ્યુલ પૈકી ઈન્ડિગોના 9 શિડયુલ એક જ દિવસે રદ કરાતા હજારો પેસેન્જર હેરાન પરેશાન થયા હતા પેસેન્જરોએ એરપોર્ટના બુકિંગ કાઉન્ટર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો
દરમિયાન એર ઇન્ડિયા એ દિલ્હી રૂટની એક એક્સ્ટ્રા ફ્લાઇટનું શેડ્યુલ ગોઠવતા કેટલાક પેસેન્જરને રાહત થઈ હતી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનના પગલે indigo ના ક્રુ મેમ્બર અને પાયલટની ઉપલબ્ધિ ઘટી હતી જેના પગલે વડોદરા થી ડોમેસ્ટિક રૂટ ની કુલ ૧૬ પૈકી indigo ની ૯ ફ્લાઇટ એક જ દિવસે કેન્સલ કરાતા એરપોર્ટ ઉપર પેસેન્જર એ આક્રોશ ઠાલવ્યો હતો કેટલાક પેસેન્જર એરલાઇનની બુકિંગ ઓફિસ પાસે હબાળો મચાવતા ઉશ્કેરાટ વ્યાપ્યો હતો
વડોદરા એરપોર્ટ થી ઈન્ડિગોના મુંબઈ દિલ્હી ગોવા પુણે હૈદરાબાદ ચેન્નઈ અને બેંગ્લોરના શેડ્યુલ કાર્યરત છે
indigo ની એક જ દિવસે નવું ફ્લાઇટ કેન્સલ કરાતા પેસેન્જર અને શહેરમાં લગ્ન સમારોહ સત્કાર સમારોહ વ્યવસાયિક બેઠકો ધાર્મિક સામાજિક પ્રસંગો સહિત અનેકવિધ પોતાના કાર્યોમાં પહોંચી શક્યા ન હતા
indigo ની પોલીસી મુજબ પેસેન્જરને ફુલ પેમેન્ટ રિટર્ન કરાયુ હતું
અન્યથા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના વડોદરાથી પાંચ શેડ્યુલમાં મુંબઈનું એક જ્યારે દિલ્હીના ચાર શેડ્યુલનો સમાવેશ થાય છે અલબત્ત કોમર્શિયલ રિક્વાયરમેન્ટને અનુસરીને દિલ્હી વડોદરા દિલ્હી રૂટની વધુ એક ફ્લાઇટની પાંચ અને તારીખ 6 માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી વડોદરા શહેરમા છેલ્લા ચાર દિવસથી ઈન્ડિગો ફ્લાઈટના હજારો મુસાફરો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર ઈન્ડિગો એરલાઇન્સની છ થી વધુ ફ્લાઇટો રદ થતાં મુસાફરો હેરાન પરેશાન થતા સેકડો મુસાફરોથી હરણી એરપોર્ટ ઉભરાઈ જતા ફરજ પરનો સ્ટાફ પણ ગભરાઈ ગયો હતો. જોકે આવતીકાલે રવિવારની રજા હોવાથી ઓફિસો બંધ રહેશે ત્યારે ઈન્ડિગો ફ્લાઈટ ચાલુ – બંધ અંગે અનેક મુસાફરો પૂછપરછ માટે પણ કાઉન્ટર પર પહોંચી ગયા હતા. સમગ્ર એરપોર્ટ મુસાફરોના માલ સામાનથી ભરાઈ જતા પેસેન્જરને પણ ચાલવાની જગ્યા ક્યાંય મળતી ન હતી. તમામ મુસાફરોના ચહેરા પર ગુસ્સો અને ચિંતા સ્પષ્ટ જણાતી હતી. આમ એરપોર્ટ પર રીતસરની અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
