શહેરની સયાજી હોટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ગુરુવારે સાંજના એક યુવતીની લાશ મળી આવી હતી બનાવને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
મળતી માહિતી અનુસાર શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજી હોટલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ગુરૂવારના સાંજે એક યુવતીની લાશ મળી આવી હતી. જે સંદર્ભે અલ્પાબેન નામની મહિલાએ સાંજના 6 : 16 કલાકના અરસામાં વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને કોલ કરીને વિશ્વામિત્રી નદીમાં એક લાશ તરતી હોવાની માહિતી આપી હતી જે માહિતી મળતા બદામળી બાગ ફાયર સ્ટેશન ખાતેથી જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા દરમિયાન સયાજીગંજ પોલીસને પણ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી પણ દોડી આવ્યા હતા. ડીસીપી જોન 2 મંજીતા વંણજારા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ દ્વારા અજાણી યુવતીનો મૃતદેહ બહાર કાઢયો હતો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ડીસીપી જોન 2 મંજીતા વંણજારાએ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીના મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે હાલ પોલીસે યુવતીની ઓળખ સહીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
