Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • રાજ્યમાં પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી છઠ્ઠા ક્રમાંકે
  • વડોદરા

રાજ્યમાં પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી છઠ્ઠા ક્રમાંકે

Lokmat News Vadodara December 4, 2025 1 min read
2

સત્તાધીશો અને વહીવટી તંત્રના પ્રતાપે શહેરની ઐતિહાસિક વિશ્વામિત્રી નદી રાજ્યમાં પ્રદૂષણ મામલે છઠ્ઠા ક્રમે આવી છે

ગુજરાતની જીવનરેખા સમાન નદીઓ આજે તંત્રના પ્રતાપે ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહી છે સિમેન્ટ કોંક્રીટના જંગલોને વિકાસ માની બેસેલ સત્તાધીશો વહીવટી તંત્ર પર્યાવરણ પ્રત્યે ઉદાસીન છે જે દેશમાં નદી વૃક્ષોની પૂજા થતી હોય છે ત્યાં નદીનું પ્રદૂષણ , વૃક્ષો કાપવા કે વિકાસ કામગીરીમાં વૃક્ષોનો ભોગ લેવાય તે અસંવેદનશીલ શાસકોના પ્રતાપે થઈ રહ્યું છે તાજેતરમાં ઓક્ટોબર 2025 માં જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ રાજ્યની કુલ 25 નદીઓમાં પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ લોકો માટે દુઃખદ હકીકત સામે આવી છે
આ રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યની દસ નદીઓ પ્રદૂષિત હાલતમાં છે અને તેમાંથી ચાર નદીઓ તો પ્રાયોરિટી એક એટલે કે સૌથી અત્યંત પ્રદૂષિત શ્રેણીમાં આવે છે નદીઓના શુદ્ધિકરણ માટે સરકારે અનેક યોજનાઓ હેઠળ પ્રજા ટેક્સના કરોડો રૂપિયા ખર્ચ્યા છે છતાં પણ પરિણામ નિરાશા જનક છે રિપોર્ટ સૂચવે છે કે નદીઓના શુદ્ધિકરણ પાછળ થયેલ ખર્ચ આખરે પાણીમાં ગયો તપાસ દરમિયાન નદીઓના પાણીના બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ
BOD લેવલ ઘણું વધારે હોવાનું સામે આવ્યું છે જે ઔદ્યોગિક અને શહેરી કચરાના સીધા નિકાલને કારણે થતા ગંભીર જળ પ્રદૂષણનો સ્પષ્ટ સંકેત આપે છે રાજ્યની દસ પ્રદૂષિત નદીઓમાં સાબરમતી , ભાદર , ,ખારી ,
અમલખાડી , ઢાઢર અને વડોદરાની વિશ્વામિત્રી , મીંઢોડા , શેઢી , અમરાવતી અને ભોગાવો નદીઓ સામેલ છે

વડોદરા શહેરમાંથી પસાર થતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી ગાયકવાડ શાસન સમયે ખળખળ વહેતી હતી પણ આજના શાસકો વહીવટી તંત્રના પ્રતાપે નદી પ્રદૂષિત થઈ ગઈ છે રાજ્યની પ્રદૂષિત નદીઓમાં છઠ્ઠો નંબર વિશ્વામિત્રીનો છે છ મહિના પૂર્વેદ વિશ્વામિત્રી નદીનો સરકાર દ્વારા 1200 કરોડનો રિવાઇબલ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે નદીને ઊંડી કરવા પ્રદૂષણ મુક્ત કરવા અને સુશોભિત કરવા પાછળ કરોડો ખર્ચ્યા છતાં આજની પરિસ્થિતિ એ નદીમાં હજુ પણ દૂષિત પાણી છે વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ માટે સત્તાધીશો વહીવટી તંત્રની ઈચ્છા શક્તિ નો જાણે અભાવ દેખાય છે વિશ્વામિત્રી ની શુદ્ધિકરણ રિવાઈવલ પ્રોજેક્ટ ની કામગીરી દરમિયાન નેતાઓએ દોડી આવી પોતાની પીઠ થાબડતા હતા આ ચોમાસામાં પૂરની પરિસ્થિતિ ન આવી તેનો શ્રેય પણ પોતે લીધો છે હવે જ્યારે નદી પ્રદૂષિતમાં છઠ્ઠા ક્રમાંકે છે ત્યારે પોતાની ભૂલોની જવાબદારી સ્વીકારવા કોઈ સામે આવ્યું નથી
વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી શૈલેષ અમિન દ્વારા તંત્ર સામે ગંભીરા આક્ષેપો સાથે નારાજગી દર્શાવી હતી.

જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ વિશ્વામિત્રીનું નામ પ્રદૂષિત નદીઓમાં છઠ્ઠા ક્રમાંકે આવતા એ જ સરકારી જવાબ આપતા જોવા મળ્યા હતા. આ સ્થિતિ ખાસા સમયથી ચાલતી આવી રહી છે પાલિકા નદીને સ્વચ્છ બનાવવા માટે જરૂરી પગલાં લેશે હાલ ઔદ્યોગિક એકમોના વડાઓ સાથે ચર્ચા કરવામાં આવશે વગેરે વગેરે વિશ્વામિત્રી નદી મામલે સમગ્ર તંત્ર હવે ગંભીર બને અને જમીનની ધરાતલ પર વિશ્વામિત્રીમાં આવતા દૂષિત પાણીને રોકે , કડક કાર્યવાહી કરે અને ગાયકવાડ શાસન સમય દરમિયાન જે રીતે ખળખળ વિશ્વામિત્રી નદી વહેતી હતી તેવી જ વિશ્વામિત્રી નદી શહેરીજનોને પાછી આપે કેમકે રોડ રસ્તા , બ્રિજ બાંકડા થી વધુ નદીનું શુદ્ધિકરણ પર્યાવરણની રક્ષા એ જ સાચો અને ખરી દિશામાં વિકાસ છે અને તંત્ર તે દિશામાં કામગીરી કરે તેવી લોક લાગણી અને માંગણી છે.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 18

Post navigation

Previous: સયાજીબાગમાં મુલાકાતીઓ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવાની માંગ
Next: ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાઇ

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.