Skip to content
Lokmat Tehelka News

Lokmat Tehelka News

BRAKING TEHLAKA NEWS

YouTube Banner
Primary Menu
  • હોમ
  • ભારત
  • ગુજરાત
    • વડોદરા
      • કરજણ
      • ડેસર
      • પાદરા
      • વાઘોડિયા
      • શિનોર
      • ડભોઇ
      • સાવલી
    • અમદાવાદ
    • સુરત
    • ગાંધીનગર
    • છોટાઉદેપુર
    • દાહોદ
    • નર્મદા
    • પંચમહાલ
    • બોટાદ
    • ભરૂચ
  • વિશ્વ
  • ગુન્હાખોરી
  • બિઝનેસ-વેપાર
  • રમત ગમત
  • રાજકીય
  • રાશિફળ
  • લાઈફ સ્ટાઈલ
  • સિનેમા
  • કોન્ટેક્ટ
  • વિડિઓ
  • Home
  • ભારત
  • ગુજરાત
  • વડોદરા
  • આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ – કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ
  • વડોદરા

આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ – કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ

Lokmat News Vadodara December 3, 2025 1 min read
4

સરદાર રાષ્ટ્રીય પદયાત્રાનું શિનોર તાલુકાના બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી સી. આર. પાટીલ સહભાગી થયા હતા. 

CR પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે. તેમણે ૫૬૨ રજવાડાઓને જોડીને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી. મહાત્મા ગાંધીજી જ્યારે સ્વતંત્રતા અને અખંડ ભારત બનાવવા માટે સત્યાગ્રહ કરતા હતા, ત્યારે તેમના પ્રયત્નને ખરા અર્થમાં જમીન પર ઉતારનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા.લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિષ્ઠા અને પ્રતિભાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિશ્વમાં સૌથી મોટી પ્રતિમાનું સર્જન કરાવ્યું છે. આ લોખંડની પ્રતિમા માટેનું લોખંડ આખા દેશના અલગ અલગ ખેડૂતોએ પોતાના ખેતીના સાધનોમાંથી થોડો થોડો ભાગ આપીને સહયોગ કરીને બનાવવામાં આવ્યું છે. આ વિશ્વનું એક ઉદાહરણ છે કે જેણે અખંડ ભારતની રચના કરી, તેને આખા દેશના સહયોગથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.  વળી, સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વનો દાખલો બારડોલીનો સત્યાગ્રહ છે. જ્યારે આ સત્યાગ્રહ ચરમ સીમા પર હતો, ત્યારે મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેના નેતૃત્વ માટે મોકલ્યા હતા, અને આશ્રમમાં લાંબો સમય રહ્યા બાદ ત્યાંની એક બહેને તેમને સરદાર’નું બિરુદ આપ્યું હતું. આ સફળ નેતૃત્વ કરવાને કારણે જ વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા.તેમણે પદયાત્રામાં જોડાયેલા હજારો લોકોને સંબોધતા સંકલ્પ લેવા માટે આહ્વાન કર્યું હતું કે આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમણે બતાવેલી દિશામાં આગળ વધવું જોઈએ.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાનું ભારત, અખંડ ભારતની અખંડતા જાળવવા માટે આપણે બલિદાન આપવા સુધી તૈયારરહીશું, તેવા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. તેવી તેમણે હાંકલ કરી હતી. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

About the Author

Lokmat News Vadodara

Administrator

Visit Website View All Posts
Post Views: 21

Post navigation

Previous: સમા રોડનો એક સ્પોટ અકસ્માતનું કેન્દ્ર બન્યો : આ સ્થળ ઉપર ત્રણ વાહન અકસ્માતના બનાવ સીસીટીમાં કેદ
Next: કૉંગ્રેસ નેતાની વડા પ્રધાન માટેની ટીપ્પણી બદલ ભાજપે માગી કૉંગ્રેસ પાસેથી સ્પષ્ટતા…

Related News

9
1 min read
  • વડોદરા

વડોદરા પોલીસની ઝુંબેશમાં લાંબા સમયથી ફરાર ત્રણ પરપ્રાંતીય આરોપી ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025
8
1 min read
  • વડોદરા

અંકોડીયા ગામની સીમમા થયેલ હત્યાના મામલે પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્ટ્રક્શન કરાવ્યું હતું

Lokmat News Vadodara December 13, 2025
7
1 min read
  • વડોદરા

હરણી વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી કરનાર મહિલા અને પતિ ઝડપાયા

Lokmat News Vadodara December 13, 2025

You may have missed

1 min read
  • ભારત

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ચાર દાયકાઓ બાદ સફેદ વાઘ લવાયો

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

પ્રતિબંધિત ગોગો પેપરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે

Lokmat News Vadodara December 17, 2025
1 min read
  • ભારત

રંગ અવધૂત પ્રાથમિક શાળા જર્જરીત હોય ચાર વર્ષથી બંધ : કોંગ્રેસે ઠાલવ્યો આક્રોશ

Lokmat News Vadodara December 17, 2025
  • ભારત

સસ્તુ સોનુ અને લોનના નામે કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીની મહિલા સાગરીત અને અન્ય એક શખ્સ ઝડપાયો

Lokmat News Vadodara December 17, 2025

Policies

  • Home
  • Privacy Policy

Connect with Us

WhatsApp:  98254 37154

Facebook: lokmatnewschannelvadodara

YouTube: @lokmatnewschannelvadodara

Instagram: lokmatnewsvadodara

 

Contact Us

Publisher: PANCHAL JATIN

Contact Number: 98254 37154

Address: “kuber Krupa” Kumbharwada,

Near Daliyawadi Nani Shak Market,

Pratap Nagar Road, Vadodara – 390017

Gujarat, India.

Copyright © All rights reserved. | MoreNews by AF themes.