વડોદરા શહેરમાં આવેલ સમા રોડનો એક સ્પોટ અકસ્માતનું કેન્દ્ર બન્યો છે. આ સ્થળ ઉપર ત્રણ વાહન અકસ્માતના બનાવ સીસીટીમાં કેદ થયા છે.
શહેરમાં વાહનોની સંખ્યા વધી રહી છે પણ લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમના પાલન કરવાની જાગૃતતા વધી નથી હું પહેલો નીકળી જાવુ ના પ્રયત્નોમાં અકસ્માતો સર્જાતા જ હોય છે
સમા વિસ્તારમાં એક જ સ્થળે ત્રણ જેટલા અકસ્માતો સર્જાયા છે જે સી સી ટીવીમા કેદ થયા છે સમા મામલતદાર કચેરી પાસે આવેલા ત્રણ રસ્તા વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે
એક જ સ્થળ પર 3 અલગ અલગ અકસ્માત સર્જાયા જેમા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા અને વહાનોને પણ નુકસાન થયું હતું ત્રણેય અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અકસ્માત માટે વાહન ચાલકોની બેદરકારી તો છે જ તેમજ રોડ પર સ્પીડ બ્રેકર નહી હોવુ તેમજ એક બાજુના રસ્તાની કોર્નર પર નીચે જાહેરાતના બોર્ડ લાગેલા છે જેના કારણે પણ વાહન ચાલકોને વાહન દેખાતું નથી અને જજમેન્ટ પૂરતું મળતું નથી આવા બધા કારણોનો પૂર્ણ અભ્યાસ કરી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને વાહન ચાલકો પણ પૂરતી જવાબદારી સાથે પોતાનું વાહન હંકારે જેથી પોતાની સુરક્ષા પણ રહે અને અન્ય વાહન ચાલક પણ સલામત રહે તે જરૂરી બન્યું છે
